વિશેષ કાર્યક્રમ સાથે કરવામાં આવેલી ઉજવણી
કચ્છ યુનિવર્સિટી ખાતે ‘આશીર્વાદના દીવડા’ કાર્યક્રમ અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે 25 વર્ષના શાસનના સંકલ્પ અને વિકાસયાત્રા અંગે ચર્ચા કરી હતી તેમજ દેશના વિવિધ ક્ષેત્રોમાં થયેલા વિકાસકાર્યો અંગે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં કચ્છ. ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ભુજ મતવિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ, પ્રાંત અધિકારી શ્રી નાકિયા, મામલતદાર શ્રી પટેલ, કુલસચિવ ડૉ. અનીલ ગોર ઉપરાંત શૈક્ષણિક તથા બિન-શૈક્ષણિક કર્મચારીઓ, તેમના પરિવારજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંયોજક તરીકે ડૉ.કાશ્મિરા મહેતા, ડૉ.જે.એમ.રાઠોડ, ડૉ.પુનિત થાનકી અને ડૉ.દિલીપ કાથડ રહ્યા હતા.

