મદદનીશ કલેકટરે મુલાકાત લઈ સૂચનાઓ આપી
રાપરમા વિવિધ સરકારી કચેરીની સરપ્રાઈઝ મુલાકાત મદદનીશ કલેક્ટર અભિષેક ટાલેએ લેતા કચેરીઓમા દોડાદોડી મચી હતી. મદદનીશ કલેક્ટરએ રાપરની મામલતદાર, તાલુકા પંચાયત, રાડા, લેન્ડ રેકર્ડ, નગરપાલિકા કચરી, પોલીસ સ્ટેશન અને સિંચાઈ વિભાગની મુલાકાત લીધી હતી તેમણે અધિકારીઓને સુચનાઓ આપી હતી અને લોકોને તકલીફો ના પડે તથા ગાપચીબાજ કર્મચારીઓ ને રેગ્યુલર કરવા, મોડા આવતા કર્મચારીઓને સમયસર આવી જવું તથા ઓફિસના રેકર્ડ તથા સ્વચ્છતા-જાળવવા પર ભાર મૂક્યો હતો કચેરીના સીસીટીવી કેમેરા સહિતની કામગીરી તેમણે નિહાળી હતી મામલતદાર એચ.બી.વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા , નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, પીઆઇ આર.એલ ખટાણા, પીએસઆઇ પી.એલ.ફણેજા, પીએસઆઇ એચ.વી.કાતરીયા, રામજીભાઈ રબારી, મહેશ સુથાર વિગેરે જોડાયા હતા

