પાંચ વર્ષમાં છ મિલિયનથી વધુ હેરફેરનું લક્ષ્ય
નાણાકીય વર્ષ 2026 સુધીમાં ભારતના કન્ટેનર બજારનો મોટો હિસ્સો ધરાવતી ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન કંપની અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકો. ઝોન લિ. દેશના કન્ટેનર વેપારના લગભગ 35 ટાકા હિસ્સાનું સંચાલન કરી દેશનું સૌથી મોટું કન્ટેનર-હેન્ડલિંગ બંદર બની રહ્યું છે. ભારતની આયાત-નિકાસને ટેકો આપવામાં મુન્દ્રા ખાતેના ખાલી કન્ટેનરના વાર્ષિક . સંચાલન સાથે મુંદ્રા પોર્ટ મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે.
૨૦૩૧ના તેના મહત્વાકાંક્ષી રોડમેપના ભાગ રૂપે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. તેના નેટવર્કની ક્ષમતાના વિસ્તરણ માટે ઉત્તરોત્તર નોંધપાત્ર રોકાણ કરી રહ્યું છે, આ વૃદ્ધિમાં મુન્દ્રા શિરમોર સ્થાને છે. આગામી પાંચ વર્ષમાં કંપનીનો ઇરાદો ૬ મિલિયન TEUs થી વધુ કન્ટેનર હેન્ડલિંગ ક્ષમતા ઉમેરવાનો છે.
આ મકસદની પરીપૂર્તિને મજબૂત આધાર આપવાના ભાગરુપે APSEZ મુન્દ્રામાં એક સમર્પિત ખાલી કન્ટેનર યાર્ડ શરૂ કરી રહ્યું છે જેમાં સંકલિત વેરહાઉસિંગ ખાલી કન્ટેનરની લાઇફ સાયકલમાં નિકાસકારો અને કન્ટેનર ફ્રેટ સ્ટેશન (CFS)ને સંગ્રહ, જાળવણી, નિરીક્ષણ તેમજ હેરફેરની એન્ડ-ટુ-એન્ડ અવિરત સેવાઓ પૂરી પાડવા જેવી કામગીરીનો સમાવેશ થાય છે.
કંપનીના પૂર્ણકાલિન ડિરેક્ટર અને સી.ઇ.ઓ અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું. કે APSEZ અને અથવા CFS અને શિપિંગ લાઇન્સ સહિતના હિસ્સેદારો દ્વારા સંચાલિત મુન્દ્રામાં સમર્પિત ખાલી કન્ટેનર યાર્ડ ટર્નએરાઉન્ડ સમયને ઝડપથી સક્ષમ કરી કન્ટેનરની બિનજરૂરી હેરફેર ઘટાડી લોજિસ્ટિક્સ ખર્ચ મહત્તમ ઓછો થાય તે રીતે કન્ટેનર ઇકોસિસ્ટમમાં કાર્યક્ષમતા વધારશે. તેમણે ઉમેર્યું હતું કે ભારતના વેપાર માળખાને સક્ષમ અને મજબૂત બનાવી વિકસિત ભારતના વિઝનને ટેકો આપવા માટે APSEZ પ્રતિબદ્ધ છે. APSEZની આ પહેલ કાર્યક્ષમ અને ટેકનોલોજીથી સજ્જ મજબૂત લોજિસ્ટિક્સ સિસ્ટમ્સ વિકસાવવા અને વ્યવસાય કરવાની સરળતામાં સુધારો લાવવાના સરકારના લક્ષ્ય સાથે સુસંગત છે. મુન્દ્રા પોર્ટ અને SEZમાં ખાલી કન્ટેનરના કામકાજ સંબંધી સેવાઓ શરું થવાથી કસ્ટમ્સ સત્તાવાળાઓ, શિપિંગ લાઇન્સ, ટર્મિનલ ઓપરેટરો અને ટ્રાન્સપોર્ટર્સ વચ્ચેના સંકલનને પણ સુદ્રઢ અને સંગીન બનાવશે. તેવું કંપનીની યાદીમાં જણાવાયું છે.

