મુન્દ્રામાં પોલીસે યોજી મેરેથોન, આબાલવૃદ્ધ દોડ્યા

નશામુક્ત ભારત થીમ પર સેવા સંકલ્પ હેઠળ આયોજન

મુન્દ્રા સ્થિત પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની વિભાગીય કચેરી દ્વારા મંગળવારે નશામુક્ત ભારત અને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મેરેથોન દોડ યોજાઈ હતી. આ મેરેથોન દોડમાં મુન્દ્રા વિસ્તરના આબાલવૃદ્ધ નાગરિકો અને અગ્રણીઓ જોડાયા હતા. મદદનીશ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદનએ આયોજન સંદર્ભે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા , ડેપ્યુટી કલેકટર અભિષેક સિંહા ,મદદનીશ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદન પણ દોડમાં જોડાઈને દોડ્યા હતા.
શિશુ મંદિર બારોઇ રોડ પર દોડવીરો, શહેરીજનો એકત્રિત થયા હતા. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાએ મેરેથોન દોડ -2026ને લીલી ઝડી આપી હતી.
પાંચ કિ.મી.ની આ દોડ શિશુ મંદિરથી બારોઇ રોડ, તાલુકા પંચાયત, એસ ટી ચોક, માંડવી ચોક થઈ ઘેટાં ઉછેર કેન્દ્ર ના ગ્રાઉન્ડ માં પહોંચી હતી. અહી ડ્રગ્સ, નશા મુક્તિ અંગે છાત્રોએ વિવિધ કૃતિઓ રજુ કરી હતી. દોડ માં અન્ડર -14,અન્ડર -45 તેમજ અન્ય ફર્સ્ટ, દ્વિતીય, અને તૃતીયને એસ.પી.ના હસ્તે મેડલ તેમજ સન્માનપત્ર એનાયત કરવા માં આવ્યા હતા. એસ.પી.એ આ કાર્યક્રમ ને સહયોગ આપનારી સંસ્થાઓ, સ્વયં સેવકોને તુલસીના રોપા આપી તેમનું સન્માન કર્યું હતું.
નખત્રાણાના ડેપ્યુટી કલેકટર ઉજ્જવલ નીકમ, મુન્દ્રા સુધરાઈ પ્રમુખ ભોજરાજ ગઢવી, કારોબારી ચેરમેન ધમભા ઝાલા, વીરાણીયા સરપંચ શક્તિસિંહ જાડેજા, તેમજ અગ્રણીઓ, પશ્ચિમ નાયબ પોલીસ વડા ક્રિશ્ચન હાજર રહ્યા હતા. મુન્દ્રા પોલીસ મથકના પી.આઈ. એમ. આર. સકોરિયા, પ્રાગપર પોલીસ મથકના પી.આઈ. એ. કે. ભરવાડ, કોસ્ટલ પોલીસ મુન્દ્રાના પી. આઈ. ડી બી ઝાલા હાજર રહ્યા હતા.