પાંચે ગચ્છના ભાવિકોએ પૂજનમાં જોડાઈ લાભ લીધો
માંડવીના ઈતિહાસમાં પ્રથમ જ વાર માંડવી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના દ્વારા ઋષિમંડળ પૂજન મંગળવારના ભણાવાયું હતું. સાધ્વી દિવ્યગીરાશ્રીજી મ. સા. આદી ઠાણા-૩ ની હાજરીમાં સાધ્વી પુણ્યકૃપાશ્રીજી મહારાજની ૯૬મી વર્ધમાન તપની આંયબિલ તપની ઓળીના પ્રસંગે, શીતલ-પાર્શ્વ જિનાલયમાં આવેલા કલાપ્રભસુરી આરાધના ભવનમાં માંડવીના જૈન સમાજના પાંચેગચ્છના ભાવિકો પૂજનમાં જોડાયા હતા.
માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા સંઘના મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, સંગીતકાર નિશાબેન સંઘવી અને તેમની ટીમના સંગીતના સથવારે વિધિકાર સુરેશભાઈ ગઢેચા (અંજાર) એ વિધિ-વિધાન સાથે પૂજન ભણાવ્યું હતું.

