બાતમીના આધારે એસ.ઓ.જી. દ્વારા કાર્યવાહી
મુંદરા ખાતે પશ્ચિમ કચ્છ પોલીસ એસ.ઓ.જી. દ્વારા ગાંજાના ગેરકાયદેસર વેચાણ અંગે મળેલી બાતમીના આધારે રેડ કરી 500 ગ્રામ ગાંજા સાથે બિહારના શખ્સ મનીશકુમાર ગનૌરી મંડલને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ગાંજો, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂ.30,100નો મુદ્દામાલ કબજે કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેવી વિગતો જાહેર કરાઈ છે. ફરિયાદની વિગતો મુજબ, એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.બી. વાઘેલા તથા સ્ટાફના એ.એસ.આઈ. ચેતનસિંહ કાળુભા જાડેજા, એ.એસ.આઈ. રજાકભાઈ આમદભાઈ સોતા, પો.હે.કો. ગોપાલભાઈ ગેલાભાઈ ગઢવી, પો.હે.કો. ભાવેશભાઈ જવાનભાઈ ચૌપરી, પો.કોન્સ. દિનેશભાઈ રવજીભાઈ ચૌધરી, ડ્રાઈવર પો.હે.કો. મહિપતસિંહ ગંભીરસિંહ સોલંકી તથા ડ્રાઈવર લોકરક્ષક પો.કોન્સ. મિતેશ મીચંદ્રા જાડોર સરકારી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે આ દરોડાની કાર્યવાહી કરાઈ હતી.

