શોર્ટ મુવી કલાકાર જિયાનો ગણપતિ મહોત્સવ

વિવિધ કાર્યક્રમમાં ભાવિકો, અગ્રણીઓ, શ્રદ્ધાળુઓ જોડાયા

ભુજના યોગીરાજ પાર્ક ખાતે રહેતા શોર્ટ મૂવીના બાળ કલાકાર જીયા સંજયભાઈ ત્રિપાઠીએ ભગવાન ગણેશજીની સ્થાપના કરી સેવા-અર્ચના કરી હતી. આ મહોત્સવ દરમિયાન તેમણે માટીના ગણપતિની સ્થાપના કરી પર્યાવરણ બચાવવાના અભિયાનને આગળ ધપાવવાનો સંદેશ આપ્યો હતો. લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્ય સાથે પંચદિવસીય કાર્યક્રમ યોજાયા હતા. દરરોજ સાંજે યોજાતી મહાઆરતીમાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ આશિષભાઈ ત્રવાડી, વિનુભાઈ દવે, મોહિતભાઈ જોષી, જયમીન ત્રિપાઠી, રાજીવ ત્રિપાઠી, નરેન્દ્રભાઈ જોષી ,ભુજ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ અનિક જોશી , મયંક રૂપારેલ, લખપત લોહાણા મહાપરિસદ દીપકભાઈ રેલોન, સન્ની દેવ મંદિર અધ્યક્ષ રીતેન ગોર, KCA પ્રમુખ રાજેન્દ્ર સિંહ એચ જાડેજા, મીનાબેન ગઢવી, મનીષાબેન સોલંકી, સાવિત્રી બેન જાટ, (નગરસેવિકા), જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના કો ઓપ્ટેક સભ્ય રશ્મિકાંતભાઈ ઠક્કર, હીરાગર ગોસ્વામી, જયેન્દ્ર ભાઈ દરજી, રમેશભાઈ વાળંદ, રાજુભાઈ ગઢવી, દેવદત્ત ગઢવી, શાંતિલાલ મોતા, અજય ગણાત્રા, કમલેશ પ્રજાપતિ, પ્રફુલ એ પરમાર,સહિતના આગેવાનો અને વિવિધ ક્ષેત્રના લોકો જોડાયા હતા. વિવિધ સમિતિઓના હોદ્દેદારો તથા સામાજિક આગેવાનો એ બાળ કલાકાર જીયા ત્રિપાઠીને પ્રોત્સાહિત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બાળ કલાકાર જીયા ત્રિપાઠીએ અત્યાર સુધીમાં દસથી વધુ શોર્ટ મૂવીઓમાં પોતાની કલાના કામણ પાથર્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિવિધ સૂત્રોને સાર્થક કરવા માટે તેમણે ‘પહેલ’ નામની સ્વચ્છતા અભિયાન આધારિત શોર્ટ મૂવી, ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને ભ્રૂણહત્યા અટકાવવાના સંદેશને આધારિત શોર્ટ મૂવી સંસ્કારમાં પોતાની કલાના કામણ પાથર્યા હતા