એક જ છત નીચે વિવિધ યોજનાના લાભનો કેમ્પ શરૂ

કાયમી સેવા આપવાની આયોજક સંસ્થાની ઘોષણા

નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાનના ભાગરૂપે ‘વિકસિત ભારત જન સેવાલય’ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના મેગા કેમ્પનો ભુજમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. એક જ છત નીચે વિવિધ સરકારી યોજનાનો લાભ આપવા માટેના આ કેમ્પની શરૂઆત સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભીમજીભાઇ, ભુજ શહેર ભજપના પ્રમુખ મિતભાઈ ઠક્કર, કેડીસીસી બેંક ચેરમેન દેવરાજભાઈ ગઢવી, જિલ્લા ભાજપના હોદ્દેદાર રેશ્માબેન ઝવેરી, ભુજ શહેર ભાજપના મહામંત્રી જયદીપસિંહ જાડેજા, જીગરભાઈ શાહ, ઉપપ્રમુખ ભુજ તાલુકા ભાજપ દીપકભાઈ ડાંગર, ઉપપ્રમુખ ભુજ શહેર જયંતભાઈ ઠક્કર, કાઉન્સિલર હસ્મિતાબેન ગોર, ક્રિષ્નાબા જાડેજા, ભુજ શહેર સંગઠન ઉપપ્રમુખ અનિલ છત્રાળા, મંત્રી ધીરેન લાલન, હિરેન રાઠોડ, રચનાબેન શાહ, બિન્દીબેન ભાટી, ભુજ શહેર મહિલા મોરચા મહામંત્રી નીતાબેન પટેલ, કચ્છ જિલ્લા મહિલા મોરચા મંત્રી લક્ષ્મીબેન લોહાર, રશ્મિભાઈ ઠક્કર, રમેશભાઈ ધુવા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કુલદીપ ચૌહાણ, મયુરભાઈ જોશી, વિજયભાઈ રાજપૂત, ભરત સંઘવી, કશ્યપ ગોર, ડો વિજયસિંહ સોઢા, નિલયભાઈ ગોસ્વામી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરાઈ હતી.
સાંસદ વિનોદભાઇએ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. વિકસિત ભારત જન સેવાલયના આ કેમ્પના આયોજન બદલ ભાજપના જિલ્લા મહામંત્રી હિતેશભાઈ ખંડોરને તેમણે બિરદાવ્યા હતા. કેમ્પના પ્રેરક અને આયોજક કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી હિતેશભાઈ ખંડોર જણાવ્યું હતું કે, આ વિકસિત ભારત જનસેવાલય સરકારની સેવાઓ માટે કાયમી કાર્યરત રહેશે. આ કેમ્પમાં ભારત સરકાર તેમજ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ માટે યોગ્ય માર્ગદર્શન તેમજ તેના ઓનલાઇન ફોર્મ ભરી આપવા સહિતની સેવાકીય કાર્યવાહી કરાઈ રહી છે. આ કેમ્પ હોસ્પિટલ રોડ, અંબે માતા મંદિર સામે, ભુજ ખાતે યોજાઈ રહ્યો હોવાની માહિતી તેમણે આપી હતી.