મુંદરામા ત્રીસલા માતાના સ્વપ્નોની ઉછામણી

મુન્દ્રા ખાતે તપગરછ જૈન સંઘ દ્વારા ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે ચાતુર્માસ ગાળતા સાધુ સાધ્વીની હાજરીમાં પર્યુષણ પર્વના પાંચમા દિવસે માતા ત્રીસલા દેવીને આવેલા 14 સપનાની ઉછામણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાનનો વરઘોડો જિનાલયથી નીકળ્યો હતો. લાભાર્થી પરિવાર રમાકાંતભાઈ હીરાલાલભાઈ પરિવારના નિવાસ્થાને વરઘોડાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જયાં મ.સા.એ માંગલિક સંભળાવ્યું હતું. લાભાર્થી પરિવાર દ્વારા પ્રભાવના કરવામાં આવી હતી આ અવસરે તપગચ્છ સંઘના પ્રમુખ હરેશભાઈ મહેતા , અદાણી એક્ઝિક્યુટિવ ડાયરેકટર રક્ષિતભાઈ શાહ, અદાણી કંપનીના જયદીપભાઇ શાહ, ભાવેશભાઈ ડોડા, રિતેશભાઈ પરીખ, તથા પાંચે ગચ્છના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. કાર્યક્રમનું સંચાલન ભરત મહેતાએ કર્યું હતું એવુ મુન્દ્રા જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાએ જણાવ્યું હતું.