કોલેજને મંજૂરીથી રબારી સમાજ ખુશ

શિક્ષણ ક્ષેત્રે વિકાસ સાથે નવી તકની લાગણી વ્યક્ત

અંજારના ઢેબર સર્વ સેવા વિકાસ મંડળ સંચાલિત કુંવરબાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ એન્ડ સાયન્સ કોલેજને સરકાર દ્વારા મંજૂરી મળતા અંજાર રબારી સમાજના આગેવાનો દ્વારા રાજ્ય શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાની મુલાકાત કરી આભાર વ્યક્ત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ મંજૂરીથી અંજાર સહિત સમગ્ર કચ્છના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને નર્સિંગ ક્ષેત્રે નવી તકો ઉપલબ્ધ થશે તથા શૈક્ષણિક વિકાસને નવી દિશા મળશે તેવી લાગણી વ્યક્ત કરાઇ હતી. રાજ્ય મંત્રીનું સન્માન કરવામાં સમાજના આગેવાનો હીરાભાઈ દેવાભાઈ રબારી (પ્રમુખ), ભુરાભાઈ કરણાભાઈ રબારી (ટપ્પર), કરણાભાઈ મેરાભાઈ રબારી (મીંદિયાળા), દેવાભાઈ સુજાભાઈ રબારી (કોટડા), મશરૂભાઈ રીનાભાઈ રબારી (મારીંગણા), આંબાભાઈ નાથાભાઈ વર્ષા (મેડી), હમીરભાઈ શકુભાઈ રબારી (કોટડા), રૂપાભાઈ પચાણ રબારી (વરસામેડી), ધનાભાઈ હીરાભાઈ રબારી (અજાપર), રાજાભાઈ અરજણભાઈ રબારી (જરૂ), કરસનભાઈ રાણાભાઈ રબારી (ખારા પસવારીયા), જીવાભાઈ આશાભાઈ રબારી (જરૂ), રાયમલભાઈ હાજાભાઈ રબારી (મીડિયાળા), ગોકળભાઈ પેથાભાઈ રબારી (ખોખરા), હભુભાઈ વનાભાઈ રબારી (ભાદરોઈ), ભરતભાઈ દાનાભાઈ રબારી (ભાદરોઈ), ખોડાભાઈ દેવશીભાઈ રબારી (વર્ષામેડી), અર્જુનભાઈ વકાભાઈ રબારી (અજાપર), વિહાભાઈ સાજણભાઈ રબારી (ખારાપસવારીયા), કેશુભાઈ ગોવિંદભાઈ રબારી (વરસામેડી), જગદીશભાઈ રબારી (દુધઈ), જેસંગભાઈ અધુભાઈ રબારી (બહમોડવદર), મશરૂભાઈ ગોવાભાઈ રબારી (વર્ષામેડી), વિરમભાઈ રબારી (ધાણેટી), દિનેશભાઈ રબારી (મોડવદર) અને કાનાભાઈ રબારી (મોડસર) સહિતના જોડાયા હતા.