માંડવીમાં ગુંજશે શૌર્યરસ અને ભક્તિના સૂર

શ્રાવણી સોમવારે પાતાળેશ્વર મહાદેવ મંદિરે લોક ડાયરો અને મહા આરતી

કચ્છની ધરા વધુ એક ધાર્મિક અને લોકસાહિત્યના મહાકુંભની સાક્ષી બનવા જઈ રહી છે માંડવી શહેરમાં ઐતિહાસિક પાતાલેશ્વર મહાદેવ મંદિરે અબડાસાના વિંઝાણ ગામના મૂળ રહેવાસી અને કચ્છ ઇતિહાસ પરિષદના મોભી સ્વ. સાવજસિંહ વખતસિંહ ભારાજી જાડેજાની સ્મૃતિમાં સોમવાર, ૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના આ મહોત્સવ યોજાશે.
માંડવી શહેરમાં એ.પી.એમ.સી. માર્કેટ યાર્ડ પાછળ આવેલા ઐતિહાસિક પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાનારા આ ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમમાં સંતોના આશીર્વાદ અને ગુજરાતના લોકપ્રિય કલાકારોના સૂર રેલાશે.
આ મંગલમય મહોત્સવ સ્વામી ૧૦૦૮ મહામંડલેશ્વર અનંતાનંદજી મહારાજ તેમજ સ્વ. ધર્માત્મા ત્યાગ મૂર્તિ રવિશંકર ગગુભાઈ ત્રિવેદીના સાનિધ્યમાં સંપન્ન થશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને નિમંત્રણ જ્યોતિષાચાર્ય મહંત સ્વામી દિપ્તાનંદજી મહારાજ અને રાજપૂત કરણી સેના, ગુજરાત દ્વારા કરવામાં આવ્યું છે. કાર્યક્રમની રૂપરેખા અને મુખ્ય આકર્ષણોની વિગતો આપતા આયોજક પરિવારના વિરભદ્રસિંહ સાવજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા આરતી અને રાસગરબ સાંજે ૬:૦૦ કલાકે શરૂ થશે, જેમાં જાણીતા ગાયક વિશાલ ગઢવી અને પૂનમ ગઢવી ખેલૈયાઓને રાસના તાલે ઝુમાવશે. કાર્યક્રમ સંચાલન: રમેશ જોશી કરશે. લોક ડાયરો (શિવ શાહી સંતવાણી) રાત્રે ૧૦:૦૦ કલાકે શરૂ થશે, જેમાં ગુજરાતના લોકપ્રિય સાહિત્યકાર રાજભા ગઢવી અને નિલેશ ગઢવી શૌર્યરસ અને ભક્તિરસની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમનું સંચાલન પિયુષ મહારાજ દ્વારા કરશે. ધર્મ, સંસ્કૃતિ અને લોકસાહિત્યના આ અદ્ભુત ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમમાં કચ્છી જનતા અને તમામ ધર્મપ્રેમી ભક્તોને જોડાવા માટે આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.