વિવિધ ઉદ્યોગપતિઓ સાથે કરાઇ ફળદાયી ચર્ચા
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ મુંબઈ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને અનુલક્ષીને ઉદ્યોગ જગતના વિવિધ ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક કરી હતી. તેમણે સૌને વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ માં ભાગીદાર બનવા આહવાન કર્યું હતું. મહિન્દ્રા ગ્રુપના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પોતાના અનુભવ શેર કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનો અને GIFT સિટી ક્ષેત્રે તકોની શોધ કરવા અંગે મહિન્દ્રા ગ્રુપ સાથે ફળદાયી ચર્ચાઓ કરાઈ હતી. સ્વાન કોર્પોરેશનના એમડી નિખિલ મર્ચન્ટે ગુજરાતમાં પોતાની કામગીરીના વિસ્તરણ અને આધુનિકીકરણની યોજનાઓ અંગે ફળદાયી ચર્ચાઓ થઈ હોવાનું જણાવ્યું હતું. વેલ્સપન ઇન્ડિયા લિ. ના સીઈઓ દીપાલી ગોએન્કા એ જણાવ્યું કે, વૈશ્વિક કાપડ ક્ષેત્રે ગુજરાતના નેતૃત્વને વધુ મજબૂત બનાવવા અંગે ગ્રુપ સાથે ચર્ચાઓ થઈ હતી. AMNSના સીઈઓ અમિત હરલાલકા એ જણાવ્યું કે, ગુજરાતમાં AMNS કંપની જૂન સુધીમાં રૂ. 80,000 કરોડનું રોકાણ પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહી છે

