રાપરમાં આજેય હજુ શેરી ગરબાનું અદકેરું મહત્વ

વિવિધ વિસ્તારમાં દુહા, છંદ અને ગરબા સાથે અનેરી આરાધનાનો પૌરાણિક માહોલ અકબંધ

માં શક્તિ અને દુર્ગાની ઉપાસનાના પર્વ નવરાત્રીમાં આજે એકબાજુ હાઇફાઈ સાઉન્ડ અને લાઇટિંગના ઝગામગા વચ્ચે આધુનિક ગરબાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે કચ્છના વાગડ વિસ્તારના રાપર નગરમા શેરી ગરબાનું અનેરું અને પારંપરિક મહત્વ છવાયેલું જોવા મળી રહ્યું છે આ વખતની નવરાત્રીમાં પણ પરંપરાગત ગરબા પર વિવિધ સમાજની મહિલાઓ અને યુવતીઓ — ભાવિકો ગરબા રમતા જોવા મળે છે.
રાપરમાં શંકરવાડી વિસ્તારમાં પરંપરા મુજબ ગરબા રમતી યુવતીઓ અને મહિલાઓ રોજ જોવા મળે છે. ગણેશ ચૌધરી, હરેશ હનાત, ભરત બાંભણીયા, બાબુભાઈ ગોઠી સહિત ના કાર્યકરો આયોજન સંભાળી રહ્યા છે. તો દુધેશ્ચર મંદિરના પ્રાંગણમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પરંપરા મુજબ ગરબામાં આધ્ય શકિતની ભક્તિ જોવા મળે છે. ચમનગીરિ ગૌસ્વામી, હિરાગીરી ગૌસ્વામી, હેમુગીરી ગૌસ્વામી, જયસુખ ભાઈ ગૌસ્વામી, કિશોરભાઈ ગૌસ્વામી વગેરે વ્યવસ્થા સંભાળી રહ્યા છે.
આ રીતે જ નગરમાં ડોડીયાવાસ , ઉલેટવાસ , મોટા વાસ , માતા દેરી ચોક ખાતે વિશા શ્રીમાળી સોની સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે. વિશા શ્રીમાળી સોની સમાજ દ્વારા માતા દેરી ચોક ખાતે વરસોથી નવરાત્રી મહોત્સવનું આ આયોજન કરવામાં આવે છે. જેમાં સોની સમાજ ના પ્રમુખ વિનોદ ભાઈ સોની, નવરાત્રી મંડળના પ્રમુખ વિપુલ સોની, યુવક મંડળના પ્રમુખ વિજય સોની, સોની જયેશ રતિલાલ , સોની રસિક ચુનીલાલ, સોની શંકર રમેશભાઈ વિગેરે ઉપસ્થિત રહી વ્યવસ્થા સંભાળી રહ્યા છે ભાઇઓ અને બહેનો ના રાસ આકર્ષણ જમાવી રહ્યા છે.
જ્યારે માલી સમાજ દ્વારા માલી ચોક ખાતે નવરાત્રીનું આયોજન વરસોથી કરવા મા આવે છે. જે આ વખતે પણ અવિરત છે. પ્રમુખ દિનેશભાઈ માલી, મંત્રી -અરવિંદભાઈ માલી , ઉપ પ્રમુખ વિનોદભાઈ માલી , સુરેશ પી.માલી, રતનભાઈ, ભગવાનજી માલી, મુકુંદભાઈ માલી, મહિલા મંડળના પ્રમુખ સ્મિતલબેન એસ. માલી, મંત્રી દીપાબેન માલી .મંજુબેન માલી દિવાળીબેન માલી
યુવક મંડળ પ્રમુખ – નરેશમાલી, મંત્રી જય માલી, રિતેશ માલી, શિવ માલી વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. લોહાણા મહાજન વાડી ખાતે રાપર લોહાણા મહાજન સંચાલિત રાપર લોહાણા યુવક મંડળ તથા મહિલા મંડળ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યો છે. રાપર લોહાણા મહાજન પ્રમુખ રાજેશભાઈ ચંદે, રસિકલાલ આદુઆણી, ભોગીલાલ મજીઠીયા, બળવંતલાલ મીરાણી, પ્રભુલાલ રાજદે, વિનોદભાઈ મજીઠીયા, પ્રફુલભાઈ ચંદે, સંગઠન હસમુખલાલ રૈયા, તાલુકા લોહાણા મહાજન પ્રમુખ કાંતિલાલ નાથાણી,
યુવક મંડળ પ્રમુખ મહેશ ચંદે, રાહુલ કારીયા, ભરત ચંદે, કલ્પેશ રાજદે, ભાવિક ચંદે, વિપુલ મજીઠીયા, વિશાલ મીરાણી, હિતેશ મજીઠીયા, અમિત રામાણી, મોહિત ચંદે
મહિલા મંડળ પ્રમુખ સરસ્વતીબેન ચંદે, નયનાબેન કારીયા, રંજનબેન ચંદે, અંજનાબેન ચંદે, વસંતીબેન ચંદે, દમયંતીબેન નાથાણી, ભગવતીબેન ચંદે સહિત સમાજના ભાઈઓ અને બહેનો રાસ ગરબાની રમઝટ બોલાવી રહયા છે.
આ ઉપરાંત એકતાનગર, ઘનશ્યામ નગર, કલોલીયાધામ, સોની વાડી, તિરુપતિ નગર , ગેલીવાડી, પોલીસ લાઇન સહિત ના વિવિધ વિસ્તારોમાં નવદુર્ગાની આરતી ભક્તિ ધુન રાસ ગરબાની રમઝટ પરંપરાગત રીતે જામી રહી છે.
રાપર પી.આઇ. આર.એલ ખટાણા, પી.એસ.આઇ. પી.એલ.ફણેજા, એચ.વી. કાતરીયા, બી.સી ચૌધરી બાબુભાઈ કારોત્રા મનહર ચૌધરી, તેજાભાઇ રબારી રાજુભાઈ જોશી, દજાભાઈ પ્રકાશભાઈ, મુકેશ સિંહ રાઠોડ, પ્રવિણ ચૌધરી, સામજી આહિર, રામદેવ સિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા તથા સી ટીમ દ્વારા કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પેટ્રોલીંગ કરવા મા આવી રહ્યું છે. તદ્ઉપરાંત નવરાત્રી દરમિયાન મામલતદાર એચ.બી.વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, જિલ્લા ભાજપ મંત્રી ઉમેશભાઈ સોની, ભિખુભા સોઢા, માજી નગરપાલિકા પ્રમુખ હઠુભા સોઢા, ગુમાનસિંહ સોઢા, હકુમતસિંહ સોઢા, મહેશ સુથાર વિગેરે જુદી જુદી નવરાત્રીમાં ઉપસ્થિત રહી સહયોગી બની રહ્યા છે.