કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ

ગુજરાત રાજ્યની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા તેમજ કાંઠા વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને ગેરકાયદે હેરાફેરીને અટકાવવાના હેતુસર કચ્છના દરિયાકાંઠે મરીન પોલીસ અને મરીન કમાન્ડો દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેકટર લીડરની કચેરી, કોટેશ્વર દ્વારા યોજાયેલા આ પેટ્રોલિંગ દરમિયાન બેબી કા કુવા થી હિરણા વિસ્તાર સુધી ૫ કિલોમીટરથી વધુ વિસ્તારમાં પગપાળા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક (દરિયાઈ સુરક્ષા) એ.એમ. મુનિયાની સૂચના મુજબ પોલીસ અધિક્ષક તથા મરીન સેકટર કમાન્ડર એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ ગુરુવારના આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.