ભારતને વિશ્વગુરુ બનાવવાનો સંકલ્પ લેવાયો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ચાલી રહેલા ‘સેવા પખવાડા’ અંતર્ગત અબડાસાના ખીરસરા (વિંજાણ) ગામની પ્રાથમિક શાળા ખાતે દીપ પ્રજ્વલન કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે પ્રાથમિક શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા 101 દીવડા પ્રગટાવીને વડાપ્રધાનના નિરોગી, દીર્ઘાયુ જીવન અને રાષ્ટ્રની પ્રગતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. બાળકોએ દેશભક્તિના નારા લગાવી શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનનું જીવન ત્યાગ, તપસ્યા અને રાષ્ટ્રસેવાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમના નેતૃત્વ હેઠળ છેવાડાના ગામડા સુધી વિકાસના કામો પહોંચ્યા છે, જેનો લાભ ખીરસરા ગામને પણ મળી રહ્યો છે.
પ્રાથમિક શાળાના સ્ટાફે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સૌએ ભારતને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પ કર્યો હતો.

