નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજ પરિવાર દ્વારા યુવા તપસ્વીઓની પર્યુષણ પર્વની અઠ્ઠાઈ તપની આરાધના સંપન્ન કરવા બદલ પારણા કરાવાયા હતા. ઉષ્માબેન નીપુલ મહેતાના પુત્રો નીર અને કાવ્ય દ્વારા અઠ્ઠાઈ તપની આરાધના સંપન્ન કરવામાં આવતા સંસ્થાના વેલજીભાઈ ગણેશભાઈ મહેતા, દિનેશભાઈ મહેતા, નીલવંતી બેન મહેતા તથા સંસ્થાના કાર્યકરો વિજય મહેતા, પ્રગતિ મહેતા, વિગેરેના હસ્તે તેમને પારણા કરાવાયા હતા.
યુવા તપસ્વીઓને પારણા કરાવાયા

