ગાંધીધામ સેવી શાળામાં યોજાયો કાર્યક્રમ
11 સપ્ટેમ્બર 1893ના સ્વામી વિવેકાનંદજીએ શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં આપેલા ઐતિહાસિક વક્તવ્યની વાર્ષિક ઉજવણી અવસરે સેવી ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીધામ ખાતે વ્યક્તિત્વ વિકાસ યુવા શિબિર તથા વિશેષ વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે રામકૃષ્ણ મઠ આદિપુરના મંત્રેશાનંદજી મહારાજ, શાળાના મેનેજિંગ ડિરેક્ટર પ્રીતિબેન મુનશીયાની, રામકૃષ્ણ શારદા સેવાશ્રમ પ્રાર્થના કેન્દ્રના સંયોજક સુરેશભાઈ છાયા તથા સહસંયોજક મગનલાલ કરનાર ઉપસ્થિત રહ્યા હતા.શાળાના મેનેજિંગ ડિરેક્ટર પ્રીતિબેન મુનશીયાની સ્વાગત અને અભિવાદન કરેલું હતું. શાળાના કુલ પાંચ વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર વિશે વક્તવ્ય આપ્યું હતું. સુરેશભાઈ છાયા તથા મગનભાઈ કનરે ઉદબોધન કર્યું હતું. સ્વામી મંત્રેશાનંદજીએ જણાવ્યું હતું કે વિશ્વધર્મ પરિષદમાં વિવેકાનંદજીએ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરીને ભારતીય સનાતન સંસ્કૃતિનો ડંકો વગાડ્યો હતો અને ભારતમાં રહેલી વિશ્વ બંધુત્વની ભાવના અને વસુધૈવ કુટુંબની ભાવના સમગ્ર વિશ્વને આપી છે.કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય નિખિલભાઇ આશરે તથા આભાર વિધિ શાળાના વાઈસ પ્રિન્સિપાલ નેહા ચૌહાણ કરી હતી.

