ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના માર્ગદર્શન હેઠળ ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ભુજ દ્વારા ‘બાળ ઊર્જા રક્ષક દળ’ પ્રોજેક્ટ અંતર્ગત ખલ્ફાન પ્રાથમિક શાળા, માંડવી ખાતે ઊર્જા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ઊર્જા આધારિત વિવિધ મોડેલ્સનું નિદર્શન તથા ઊર્જા વિષયક પ્રદર્શન યોજાયું હતું. શાળાના આચાર્ય વસંતભાઈ કોચરા, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર પ્રવીણ મહેશ્વરી, સાયન્સ કોમ્યુનિકેટર ગૌતમ બુચિયા સહિત શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
બાળ ઊર્જા રક્ષક દળ કાર્યકમ

