ભુજમાં રાજપૂત ક્ષત્રિય સમાજ સંચાલિત દિવ્યરુદ્રસિંહ વિવિધલક્ષી સંકુલનું ભૂમિપજન
ભુજ ખાતે રાજપૂત ક્ષત્રિય સમાજ સંચાલિત દિવ્યરુદ્રસિંહ પરીક્ષિતસિંહ જાડેજા વિવિધલક્ષી સંકુલનો ખાતમુહૂર્ત સમારોહ રવિવારે યોજાયો હતો. દિપપ્રાગટય બાદ મુખ્ય દાતાઓનુ સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય દાતા ભુજના ચેતનાબા પરિક્ષિતસિંહ જાડેજાના સ્વ. પુત્ર દિવ્યરુદ્વસિહ પરીક્ષિતસિંહ જાડેજાનું નામકરણ આ નવા બનનારા સંકુલને કરાયું છે. સંસ્કારઘામ અને વિવિધ અભ્યાસક્રમ, આઇ.એ.એસ.થી આઇ.પી. એસ. ટ્રેનિંગ સેન્ટર અને કચ્છ જિલ્લાના નવ તાલુકા, 11 શહેરના ઉતારા , આધુનીક સમાજભવન અને રુમની વ્યવસ્થા આ સંકુલમાં ઉપલબ્ધ કરવામાં આવશે. આ નવનિર્મિત ભવનનું કામ એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે તેવી વિગતો આ પ્રસંગે અપાઈ હતી.
વિવિધલક્ષી સંકુલ ખાતમુહૂર્ત સમારોહના અઘ્યક્ષ કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના અધ્યક્ષ રાપર વિભાગના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી જાડેજા દ્વારા આ પ્રસંગે સમાજલક્ષી અનેક કાર્યો કરવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં સાઘુ સંતો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા. કલ્યાણજી બાપુ હિગરીયા આશ્રમ, પીર મહેન્દ્રસિંહ દાદા પિથોરાપીર ભુજ , પરસોતમગીરી બાપુ પિગલેશ્વર, તુંવર ચેતનસિંહ દાદા ખાનાય, બાલકનાથજી નખત્રાણા, રાજ પરિવારના હનુવંતસિહજી, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિહ જાડેજા, જી.ટી.પી.એલ.ના એમ ડી અનિરુદ્ધ સિંહ જાડેજા , કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પુર્વ પ્રમુખ નારાણજીભાઈ કે. જાડેજા, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પુર્વ પ્રમુખ જોરાવરસિંહભાઈ કે. રાઠોડ, અગ્રણી વિરભદ્વસિહ એસ. જાડેજા , ભુજના પરાક્રમસિંહ એ જાડેજા, રામદેવસિંહ પી જાડેજા, પ્રવિણસિહ એમ. જાડેજા, મેઘુભા એન. ઝાલા, કુપાલીબા ગોહિલ, ગીતાબા પી.વાઘેલા ઉપરાંત કચ્છના નવેનવ તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ, શહેર પ્રમુખ અને તાલુકા શહેરના ચુંટાયેલા સભ્યો, ચેરમેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન કરતા મૂળ મંજલ હાલે ભુજ રામદેવસિંહ પી. જાડેજાએ આભાર પણ માન્યો હતો.
સંકુલ ભૂમિપૂજન વિધિમાં સમાજના પ્રમુખ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તથા મુખ્ય દાતા પરિવારના ચેતનાબા જાડેજા અને પરીક્ષિતસિંહ જાડેજા જોડાયા હતા. કાર્યક્રમ દરમ્યાન આ સમાજ ઉપયોગી કાર્ય માટે ચાર કરોડના દાનની ઘોષણા પણ કરવામાં આવી હતી.

