અમદાવાદમાં ઓધવ વિશ્રામ ભવન

કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ, કચ્છી ભાનુશાલી સેવા સમાજ અમદાવાદ અને કચ્છ દેશ મહાજન દ્વારા અમદાવાદ ખાતે બહારગામથી અમદાવાદની હોસ્પિટલોમાં સારવાર અર્થે આવતા ભાનુશાલી પરિવારના સભ્યોના રહેણાંક માટે બે ફલેટ ખરીદવા નક્કી કરાયું હતું. આ પ્રકલ્પ અ.નિ કરસનદાસ પુરષોત્તમભાઈ ચાંદ્રા અને સ્વ.હરિભાઈ પુરષોત્તમભાઈ ચાંદ્રા રામપર અબડાવાળી હાલ ગાંધીધામ પરિવારએ એક માત્ર સંપૂર્ણ દાતા પરિવાર તરીકેનો સહયોગ આપતા પૂર્ણ કરાયો છે. આ પૈકી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આવેલા એક ફલેટનું બુધવારના કળશ પુજન કરી ભાનુશાલી પરિવારને ચાવી સોંપાઇ હતી. અમદાવાદ ખાતેના આ બંને ફલેટ ભારતવર્ષમાં વસતા તમામ ભાનુશાલી પરિવારો માટે પોતાના ઘર જેવી સુવિધાથી સજ્જ કરવાની દાતા પરિવારએ નેમ વ્યક્ત કરી હતી.