ભુજના યુવા પ્રાધ્યાપકને પી.એચ.ડી. પદવી

ઐતિહાસિક વિષય પર કર્યું સફળ સંશોધન

ભુજના યુવા પ્રાધ્યાપક કાર્તિક દર્શક અંતાણીએ સુરેન્દ્રનગર યુનિવર્સિટી માંથી “કચ્છ જીલ્લાના ભીલ સમુદાયમાં સિંધુ ખીણની સંસ્કૃતિનો સાંસ્કૃતિક વારસો અને પરંપરાઓનું અસ્તિત્વ: એક અધ્યયન” વિષય પર મહા શોધ નિબંધ રજૂ કરી પી.એચડીની પદવી મેળવી છે. માર્ગદર્શક ડો.ડી.વી.ગોહિલ અને સહ માર્ગદશક ડો. કુમારપાળ પરમારના માર્ગદર્શન હેઠળ તેમણે આ વિષય પર સંશોધન કર્યું હતું. માંડવીની ગોકુલ આર્ટ્સ કોલેજમાં તેઓ ઇતિહાસ વિષયમાં પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે. તેમજ એંકર (હાઉઝી ગેમ જોકી) પણ છે. તેઓએ પત્રકારત્વ ક્ષેત્રે પણ પોતાની સેવાઓ આપી છે. કાર્તિક અંતાણી ભુજના સત્યમ મિત્ર મંડળના સ્થાપક અને પ્રમુખ તથા કામદાર નેતા દર્શકભાઈ એન. અંતાણીના પુત્ર છે. કાર્તિકએ શિક્ષણ, પત્રકારત્વ, એન્કરિંગ, અને સામાજિક ક્ષેત્રે પોતાની ઓળખ ઊભી કરી છે.