ન ઓ.ટી.પી. મળ્યો, ન લિંક ખોલી છતાં રૂપિયા છુ

ખાવડાના વેલ્ડિંગ કામદાર ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા

ભુજ તાલુકાના સારહદી મથક ખાવડા ખાત રહેતા અને વેલ્ડિંગનું કામ કરતા દિનેશકુમાર પ્રવિણચંદ્ર આદીવાર સાથે ઓનલાઈન નાણાકીય છેતરપિંડી થઈ છે. છે. તેમના બેન્ક ખાતામાંથી તેમની જાણ બહાર 50,000 તબદીલ થઈ જતા ખાવડા પોલીસ મથકે ફરિયાદ નોંધવાઈ છે. દિનેશકુમાર આદીવારે ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.05/09/ના રાત્રે આશરે 11 વાગ્યે તેઓ ફોનપે હિસ્ટ્રી તપાસતા હતા ત્યારે તેમના ખાતામાંથી 50,000 ટ્રાન્સફર થયેલા મળ્યા હતા. ફરિયાદ મુજબ, તેમણે કોઈ વ્યક્તિનએ ઓ.ટી.પી. આપ્યો ન હતો કે કોઈ અજાણી લિંક પણ ખોલી ન હતી. તેમ છતાં તેમના બેન્ક ઓફ બરોડાના ખાતમાનથુ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા.તેમ પોલીસે જણાવ્યું હતું.