ખેલ મહાકુંભ-૨૦૨૬ રજિસ્ટ્રેશન શરુ

શાળા સ્તરેથી પ્રતિભાઓને બહાર લાવવા આયોજન

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ યોજાશે.
૨૯ ઓગષ્ટ રાષ્ટ્રીય રમત દિવસથી ગુજરાતના ફ્લેગશિપ રમતોત્સવ ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શાળા/ગ્રામ્ય કક્ષાએથી રમતગમતની પ્રતિભાને ઓળખવા માટે યોજાનાર આ આયોજનમાં વધુમાં વધુ ખેલાડીઓને જોડાય તેવી અપીલ કરવામાં આવી છે. ખેલ મહાકુંભ અંતર્ગત શાળા-ગ્રામ્યકક્ષા, તાલુકા/ઝોનકક્ષા, જીલ્લા-મહાનગરપાલિકા કક્ષા, ઝોનકક્ષા અને રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધા યોજાશે. ગાંધીધામ મહાનગરપાલિકામાં રહેતા અથવા અભ્યાસ કરતા ખેલાડીઓએ મહાનગરપાલિકાના વોર્ડ/ઝોન મુજબ જયારે કચ્છ જિલ્લાના (ગાંધીધામ સિવાયના) ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કે અભ્યાસ ખેલાડીઓએ તાલુકા-જીલ્લા મુજબ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. શાળાકક્ષાએ અં-૯, અં-૧૧,અં-૧૪,અં-૧૭ ના વયજૂથના અભ્યાસ કરતા ખેલાડીઓએ ફરજીયાતપણે પોતાની શાળામાંથી જ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જયારે કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ પોતાની કોલેજમાં અને અભ્યાસ ન કરતા ખેલાડીઓએ જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ભુજ ખાતે રજિસ્ટ્રેશન કરાવી શકશે. ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે ૨૨ સપ્ટેમ્બર-૨૦૨૬ સુધી https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પરથી રજિસ્ટ્રેશન કરી શકશે.