Latest posts

All
fashion
lifestyle
sports
tech

Trending News

Popular

અંજાર એસટીના ૧૧ કર્મચારીને પાણીચું
નખત્રાણામાં ખાતામાં ફ્રોડના 19.16 લાખ આવ્યા
ભુજમાં નજીવી બાબતે છરી ઝીંકાઈ
ભુજમાં રક્તદાન કેમ્પ

અંજાર એસટીના ૧૧ કર્મચારીને પાણીચું

લાંબા સમયથી ગેરહાજર રહેતા બરતરફ કરાયા અંજાર એસટી ડેપોમાં ફરજ બજાવતા ૯ કંડક્ટર અને ૨ ડ્રાઇવર કોઈ પણ આગોતરી મંજૂરી કે જાણ કર્યા વિના ઘણા લાંબા સમયથી ફરજ પર ગેરહાજર રહેતા હતા. આ કર્મચારીઓની સતત અનિયમિતતા અને ગેરહાજરીના કારણે એસટી ડેપોના રોજના સંચાલનમાં ભારે મુશ્કેલીઓ ઊભી થતી હતી. એટલું જ નહીં, બસ સેવાઓ ખોરવાવાને કારણે…

Read Full News

નખત્રાણામાં ખાતામાં ફ્રોડના 19.16 લાખ આવ્યા

ત્રણ રાજ્યની ફરિયાદોના નાણાં એક જ ખાતામાં જમા, કરોડોના વ્યવહારો પાધરા સાયબર ક્રાઇમના ગુનાઓને ડામવા ‘મ્યુલ હન્ટ’ ઓપરેશન અંતર્ગત પશ્ચિમ કચ્છ સાયબર સેલની તપાસમાં નખત્રાણાના એક બેન્ક ખાતામાં 19.16 લાખથી વધુના શંકાસ્પદ સાયબર ફ્રોડના વ્યવહારો મળી આવ્યા છે. આ મામલે પોલીસે ખાતાધારક નવુભા સવાઇસિંહ સોઢા, નખત્રાણા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. સેલના કોન્સ્ટેબલ દિનેશભાઇ માંગાભાઇ ચૌધરીએ…

Read Full News

ભુજમાં નજીવી બાબતે છરી ઝીંકાઈ

ત્રણ શખ્સોનો બોલાચાલી બાદ હુમલો, ગંભીર ઈજા ભુજ શહેરના ઉપલીપાળ વિસ્તારમાં વાહનનું હોર્ન વગાડવા જેવી નાનકડી બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા 16 વર્ષના કિશોરને છરીના ઘા ઝીંકાયા હોવાની ઘટના પોલીસમાં નોંધાઈ છે. કિશોરને પેટના ભાગે ગંભીર ઈજા થતાં તેને જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે તેની માતા સાયરાબેન ઇસ્માઇલ સૈયદ, કેમ્પ એરિયા, ભુજએ ફરિયાદ…

Read Full News

ભુજમાં રક્તદાન કેમ્પ

ભુજની ઉસ્તાદોવાળી મસ્જિદ નજીક ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો કેમ્પમાં SOGના અધિકારીઓ તેમજ સંજોગનગરના કાઉન્સિલર સહિતના આગેવાનો અને સેવાભાવી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ રક્તદાન કરી માનવસેવામાં યોગદાન આપ્યું હતું.

Read Full News

આદિપુરમાં ઇદ નિમિતે કાર્યક્રમ

ઇદ નિમિત્તે આદિપુરમાં મદિનાનગર ઇદગાહ મસ્જિદથી જુલૂસનું આયોજન કરાયું હતું. આ વેળાએ પોલીસની સરાહનીય કામગીરી બદલ પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો. આદિપુર મુસ્લિમ સમાજના પ્રમુખ રમજાનભાઇ મોખા, ઇલિયાસ મીર, હાજી સલીમશાહ, ગુલામહુશેન બાપુ, હુશેન નોડે, કે. કે. અંસારી વગેરે જોડાયા હતા.

Read Full News

માંડવીના કાર્યક્રમમાં ૫૭ લાખના દાનની ઘોષણા

ડાયાલિસિસ સેન્ટરનું ભૂમિપૂજન, નવા કક્ષનું ઉદ્ઘાટન માંડવીમાં આરોગ્યક્ષેત્રે કામગીરી કરતી સંસ્થા ”જનકલ્યાણ મેડીકલ સોસાયટી” સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટર–માંડવી દ્વારા રવિવારના ઉપાધ્યાય પૂર્ણભદ્રસાગરજી મ.સા.ની હાજરીમાં નવા ભોજનાલય–ડોકટર્સ માટે કવાટર અને હોસ્પિટલના સ્ટાફ કવાર્ટર્સનું ઉદ્ઘાટન, અત્યાધુનિક ડાયાલિલિસ સેન્ટરનું ભૂમિપૂજન તથા મોડયુલર ઓપરેશન થિયેટરના શુદ્ધિકરણ કરવાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. પૂર્ણભદ્રસાગરજી મ.સા.એ માંગલિક શ્રવણ…

Read Full News

અંજારમાં સમૂહ જનોઈ કાર્યક્રમ યોજાયો

શ્રીમાળી બ્રાહ્મણ છાત્રાલયનાં ઉપક્રમે આયોજન અંજાર શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ છાત્રાલય ટ્રસ્ટ-અંજાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રહ્મ સમાજના મહાપર્વ બળેવ નિમિત્તે દેવેનભાઈ કનકચંદ્ર વ્યાસના આચાર્ય પદે તથા ચેતનભાઈ હર્ષદભાઈ રાવલના ઉપાચાર્ય પlદે નૂતન યજ્ઞોપવિતધારણ વિધિ “શ્રાવણી”નો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પૂજા અર્ચનાની વ્યવસ્થા સ્વામી વિવેકાનંદ વિદ્યાર્થી ભવનના પટાંગણમાં સંસ્થા દ્વારા કરવામાં આવી…

Read Full News

લખપત તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા ધરણા

તાલુકા કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ સાથે તંત્રને રજૂઆત વરસાદ ખેંચાતા લખપત તાલુકામાં પશુઓની હાલત ખરાબ બની છે. તાલુકા કોંગ્રેસ દ્રારા મામલતદાર કચેરી ખાતે ધરણાં યોજી મામલતદારને આવેદનપત્ર આપી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માગણી કરાઇ હતી.તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હુસેન રાયમાએ સૌને આવકારી તાલુકાની વર્તમાન સ્થિતિ વર્ણવી હતી. આ પ્રસંગે કરછ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલ…

Read Full News

મુંદરામાં બેફામ કાર હંકારી થાંભલો ભાંગ્યો

મધરાતે ધડાકાભેર અકસ્માત, થાંભલો બે કટકા મુંદરામાં બુધવાર મધરાત્રિના સમયે નશાયુક્ત હાલતમાં બે યુવકએ બેફામ ઝડપે કાર હંકારી વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાવી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ ન હતી, પરંતુ અકસ્માતના પગલે વીજ થાંભલો તૂટી ગયો હતો. મુરલીધર કોમ્પલેક્ષ અને મોગલ ટી હાઉસ પાસે રાત્રિના આશરે દોઢ…

Read Full News

ભુજમાં બેન્ક કર્મચારીઓનું હલ્લાબોલ પાંચ દિન બેન્કિંગ માંગ સાથે સૂત્રોચ્ચાર

બેન્ક કર્મચારીઓના હક અને વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU) દ્વારા રાષ્ટ્રવ્યાપી આંદોલનાત્મક કાર્યક્રમના ભાગરૂપે ગુરુવારે સાંજે ભુજમાં બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સામૂહિક સૂત્રોચ્ચાર સાથે દેખાવો યોજાયા હતા. ભુજના કોલેજ રોડ બેન્ક ઓફ બરોડાની રિજિયોનલ ઓફિસ નજીક સાંજે સંગઠનના કચ્છ યુનિટના નેજા હેઠળ કર્મચારીઓ એકત્ર થયા હતા. બેન્ક કર્મચારીઓના…

Read Full News