ધર્મગુરુ આગાખાન સાહેબના જન્મદિવસ નિમિતે આયોજન
ખોજા સમાજના ધર્મગુરુ હિઝ હાઇનેસ પ્રિન્સ આગાખાન સાહેબના જન્મદિવસ નિમિત્તે માધાપર ખોજા સમાજ તથા લાયન્સ ક્લબ માધાપરના સંયુક્ત ઉપક્રમે માનવ સેવાનો ઉત્તમ કાર્યક્રમ યોજાયો હતો. માધાપર ખોજા સમાજના મુખી અમીરઅલી તથા સમાજ વતી લાયન્સ હોલ, માધાપર ખાતે જરૂરિયાતમંદ દર્દીઓ માટે એક વ્હીલચેર, બે વોકર અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ નિઃશુલ્ક હોમિયોપેથી સર્વરોગ નિદાન કેમ્પ પણ યોજાયો હતો. જેમાં ૧૫ જણએ આરોગ્ય તપાસ કરાવી હતી. કેમ્પમાં ડો. રિદ્ધિબેન ઠક્કર, ડો. ખુશ્બૂબેન પટેલ તેમજ સાઈટ ફર્સ્ટના ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સેવા આપી હતી. પ્રોજેક્ટ ચેરમેન અમીરઅલી, મયુર કેરાઈ, અશરફ ભાઈ તેમજ નિઝારભાઈ ફાજવાણીએ જહેમત ઉઠાવી હતી. રાહુલ ઠક્કર, દિનેશ ઠક્કર, કીંચન ઠક્કર, શક્તિસિંહ જાડેજા, કિરણ ઠક્કર, જુનિત રાઠોડ અને રાજેશ મોહનાની સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

