માંડવીમાં સપ્તધારા જૈન મહિલા મંડળ દ્વારા મંડળના સભ્ય મંજુલાબેન ભદ્રેશ સંઘવીએ પી.એચ.ડી.ની ડીગ્રી હાંસલ કરતાં તેમનુ સન્માન કરવામા આવ્યુ હતું. સંસ્થાના પ્રમુખ પિનાકિની સંઘવીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉપપ્રમુખ રોશનીબેન શાહ, ખજાનચી ડૉ.પારુલબેન ગોગરી,સલાહકાર સીમાબેન લાલન, ઉષાબેન શાહ, શોભાબેન સંઘવી,વર્ષાબેન શાહ, જેની સંઘવી,રાહુલ સંઘવી,ભદ્રેશ સંઘવી અને ગાર્ગી ગોગરી સહયોગી રહ્યા હતાં.
માંડવીમાં શિક્ષણની સિદ્ધિના ઓવારણા

