૩.૨૬ લાખના હેરોઈન સાથે યુવક ઝબ્બે

માદક પદાર્થનું પંજાબ કનેકશન તોડવા આદિપુર પોલીસની કાર્યવાહી

પૂર્વ કચ્છમાં ખાસ કરીને ગાંધીધામ વિસ્તારમાં માદક પદાર્થ હેરોઇન વેચાણ કરવા પંજાબથી આવતા શખ્સો મોકળું મેદાન ભાળી ગયા હોય તેમ કોઈ ડર વિના જાણે આવતા જતા રહે છે. યુવા પેઢીમાં વધતા જતા નશાના વ્યસનને રોકવા આદીપુર પો.ઇન્સ. એમ.સી.વાળા દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને પેટ્રોલિંગ કરવા જણાવ્યા દરમ્યાન બાતમી આધારે જુમ્માપીર ફાટકથી હાઇવે તરફ જતાં ૨૨તા પર, મલયાલમ નગર સોસાયટી પાસે ત્રણ ૨૨સ્તાની બાજુમાં વ્યવસાયે હાઈડ્રા ડ્રાયવર પ્રભજીતસિંગ અનુપસિંગ મજબી શિખ (કુકડાવાલા-પંજાબ)ને ૧૬,૩૦૦ ગ્રામ હેરોઇન સાથે પકડી પડાયો હતો. આરોપીની ધરપકડ કરી તેના વિકૃધ્ધ ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ મુજબ આદિપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં અન્ય એક આરોપી રેશમસિંગ ચિમ્માસિંગ ( તરણતારણ, પંજાબ) નું પણ નામ ખુલ્યું છે જેને હજુ પકડવાનો બાકી છે. પકડાયેલા આરોપી પાસેથી હેરોઈન ૧૬.૩૦૦ ગ્રામ કિમત ૩,૨૬,૦૦૦, મોબાઈલ ફોન નંગ-૦૨ રૂ.૧૨,૦૦૦, ડિઝિટલ મોબાઈલ વજન કાંટો .રૂ.૯૦૦, હાઈડ્રા રજી.નં. જીજે ૧૨ સીએમ ૭૬૨૫ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦ એમ કુલ્લે કિ.રૂા.૧૩,૩૮,૧૦૦ નો મુદામાલ હસ્તગત કરાયો હતો.