શ્રદ્ધા સ્કૂલના આચાર્યાને ગુરુજી’ શિક્ષક શ્રેષ્ઠતા પારિતોષિક એનાયત

શિક્ષણ અને સમાજસેવા યોગદાન બદલ રીટાબેન અધ્યારુંનું બહુમાન

શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી તથા સમાજસેવામાં યોગદાન બદલ શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજ, ભુજ-માધાપરના આચાર્યા રીટાબેન અધ્યારુને ભારતીય માનવ સમાજ સેવક સંસ્થા દ્વારા ‘ગુરુજી’ શિક્ષક શ્રેષ્ઠતા પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. શ્રીમતી અધ્યારુ છેલ્લા ઘણા સમયથી શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત તેઓ વિવિધ સામાજિક અને લોકસેવાની પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા છે. ખાસ કરીને બાળકલ્યાણ, કન્યા શિક્ષણ, આરોગ્ય અને જરૂરિયાતમંદ બાળકો માટેની સેવાકીય પ્રવૃત્તિઓમાં તેમનું યોગદાન ખાસ રહ્યું છે.
ભૂજોડી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં ‘સ્વયંસિદ્ધાં’ સ્વયં થી યશ તરફની યાત્રા અંતગ્રંત ‘ગુરુજી’ શિક્ષક શ્રેષ્ઠા પરિતોષિક ભારતીય માનવ સમાજ સેવક સંસ્થાના રાષ્ટ્ર ઉપપ્રમુખ ડો. મમતા ભટ્ટ, કચ્છ જિલ્લા પ્રમુખ ડો. રૂપાલી મોરબિયા ,કચ્છ જિલ્લા મહામંત્રી અર્ચના ગાંધી અને સમગ્ર ટીમ તથા મનીષભાઈ શાહ, કચ્છ જિલ્લા ઇન્ચાર્જ શિક્ષણઅધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા, કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશદાનભાઈ ગઢવી અને કચ્છ જિલ્લા શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા હસ્તે તેમને અપર્ણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રદ્ધા સ્કૂલ કોલેજ પરિવાર તથા શાળાના ચેરમેન પ્રીતમભાઈ ઠક્કર, ડાયરેક્ટર શમનોજભાઈ ઠક્કર, ટ્રસ્ટીઓ જાગૃતીબેન ઠક્કર, ભારતીબેન ઠક્કર, ઘનશ્યામભાઈ ઠક્કર, કુણાલભાઈ ઠક્કર, પિંકલબેન ઠક્કર, દ્વારા રીટાબેન અધ્યારુને બિરદાવવામાં આવ્યા હતા.