‘મેન્ગ્રોવ પોર્ટલ’ અને ‘GIB એક્શન પ્લાન’ લોન્ચ

કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં ભુજમાં યોજાયો કાર્યક્રમ

ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે રવિવારે ભુજની ખાનગી હોટલ ખાતે ‘મેન્ગ્રોવ કન્ઝર્વેશન વર્કશોપ’માં હાજરી આપી કચ્છમાં વન્યજીવ અને મેન્ગ્રોવ સંરક્ષણ કાર્યોની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને PCCF ડૉ. જયપાલસિંહે તેમનું સ્વાગત કર્યું હતું. કાર્યશાળા દરમિયાન મંત્રીના હસ્તે દરિયાઈ આજીવિકા માટેની MISHTI યોજના હેઠળ વિવિધ મહત્વના પ્રકલ્પોનું વિમોચન કરવામાં આવ્યું હતું:
મેન્ગ્રોવ એટલાસ અને MGIS ડિજિટલ પોર્ટલ દ્વારા મેન્ગ્રોવ વાવેતર માટે લાયક વિસ્તારો, જમીનની ક્ષારતા અને પાણીની આવક જેવી સ્થાનિક સ્તરની સચોટ માહિતી મળી રહેશે. તેવી વિગતો અપાઈ હતી. કચ્છ પશ્ચિમ વન વિભાગના પુસ્તકનું વિમોચન કરાયું હતું. ગુનેરી ઇનલેન્ડ મેન્ગ્રોવ માટે સ્થાનિક BMCનું સન્માન થયું હતુઁ.
મંત્રી શ્રી યાદવએ ઘાસિયા મેદાનો અને ‘ચિત્તા પ્રોજેક્ટ’ની સમીક્ષા કરી આગામી વર્ષોમાં લુપ્ત થતા ઘોરાડ પક્ષીના સંવર્ધન માટે “GIB Action Plan” જાહેર કર્યો હતો.