પર્યુષણ પર્વ ભાવના સંધ્યાભકતી

રાપરગઢ અબડાસા વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર ટીમ દ્વારા જૈન ધર્મ ના પર્યુષણ પર્વ સંધ્યા ભક્તિમા હાજરી આપવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર સૌરાષ્ટ્ર પ્રાંત પ્રસાશનીક પ્રમુખ જગદીશસિંહ ગોહિલ, માતાના મઢ ધર્મપ્રસાર પ્રમુખ રામજીભાઈ કોલી, કોઠારા પ્રખંડના ગૌ સેવા સંવર્ધન પ્રમુખ દલપતસિંહ જાડેજા, કોઠારા પ્રખંડ ગૌસેવા સંવર્ધન ઉપપ્રમુખ વિપુલભાઈ શાહ, સંઘમાંથી જાડેજા ભગીરથસિંહ, તેમજ જૈન સમસ્ત સનાતન હિંદુ સમાજના લોકોએ જોડાઈ સંધ્યાભક્તિનો લાભ લીધો એવું વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા પ્રચાર પ્રમુખ હિરેન ભાનુશાલી એ જણાવ્યું હતું