ભુજ શહેરમા પૌરાણિક દુધેશ્વર મહાદેવ (બિહારીલાલ) મંદિરે શ્રાવણ માસ નિમિત્તે બ્રહ્મલીન સંત મૌનીબાપુએ ચાલુ કરેલા હોમાત્મક યજ્ઞની પરંપરા અવિરત રાખવા સાથે ભાવભેર યજ્ઞ યોજાયો હતો. ચાર દંપતિએ હવનમાં બેસવાનો જ્યારે પ્રસાદનો ૬૦૦ ભાવિકોએ લાભ લીધો હતો. આ અવસરે એકતા સોસાયટી તથા તેની આસપાસની સોસાયટીઓના રહેવાસીઓ ભાવિકો જોડાયા હતા. આયોજન વ્યવસ્થા બ્રહ્મલીન મૌનીબાપુના શિષ્ય ગણ દ્વારા કરવામાં આવ્યું હતું.
દુધેશ્વર મહાદેવ મંદિરે હોમાત્મક યજ્ઞ સંપન્ન

