જુગારના દરોડામાં 41 પકડાયા, છ પલાયન

અલગ-અલગ સ્થળે કાર્યવાહીમાં ૧.૪૦ લાખની માલમતા કબજે

પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં વિવિધ પોલીસ મથક દ્વારા દરોડા પાડીને ૪૧ આરોપીને જુગાર રમવાના આરોપસર પકડી પાડવામાં આવ્યા હતા. અન્ય છ આરોપી નાશી ગયા હતા. કાર્યવાહીમાં 1.40 લાખથી વધુની માલમતા કબજે લેવાઈ હતી.
માધાપર પોલીસ મથક દ્વારા બાતમીના આધારે ડોળકિયા વાડી વિસ્તારમા વાડીમાં રમાતા જુગાર પર દરોડો પડાયો હતો. આ દરોડામાં વાડી માલીક મનજી રૂપાભાઈ ગરવા ઉપરાંત સદામ અનવર લાડક, જુમા હાજીભાઈ સમેજા, રણછોડ હધુભાઈ ગરવા, સુનિલ કાનજીભાઈ મેરિયા, સંદિપ માવજીભાઈ મેરિયા, ભીખા રાણાભાઈ મેરિયા, મુકેશ કરશનભાઈ મેરિયા અને જીતેન્દ્ર કરશનભાઈ મેરિયાને પકડાયા હતા. પોલીસે ૧૧,૭૫૦ની માલમતા કબજે કરી હતી. માધાપર પોલીસે અન્ય એક દરોડો ગામના નવાવાસમાં આવેલા નીલકંઠ કોમ્પ્લેક્સની છત પર પાડયો હતો. જેમાં આરોપી મનોજ હિરાલાલ સોની, હાર્દિક તલકશીભાઈ ઠક્કર, રાહુલ હરેશગર ગોસ્વામી, દિનેશ નરેન્દ્રભાઈ સલાટ તેમજ દિનેશસિંહ દેવાજી જાડેજાને જુગાર રમવાના આરોપસર પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રૂ.૩૯.૮૦૦ની માલમતા કબજે કરાઈ હતી.
બીજીબાજુ કોઠારા પોલીસે અબડાસાના ચિયાસર ગામની સીમમાં મડદપીરની દરગાહ પાસે આવેલી બાવળની ઝાડીમાં દરોડો પાડ્યો હતો. જેમાં રમેશ મીઠુભાઈ કોલી, પ્રતાપ મીઠુભાઈ કોલી, વેલજી વાલજીભાઈ કોલી, આદમ ઇબ્રાહીમ મિયાજી, શંકર ઇશુભાઇ કોલી, બબા મીઠુભાઇ કોલીને જુગાર રમવા બાબતે પકડી પડાયા હતા, જ્યારે અલીમામદ અબ્બેમાન ભટ્ટી, રસિદ અબ્દેમાનભાઈ ભટ્ટ, જુસબ ગનીભાઈ કુરેશી તેમજ કેશા બાવલાભાઈ કોલી નાશી છૂટ્યા હતા.આ દરોડામાં રૂ. ૧૦,૨૫૦ની માલમતા કબજે કરાયાનું પોલીસે જણાવ્યું હતું.
ધોરડો પોલીસ દ્વારા ભીરંડિયારામાં નારાણ મારવાડાના ઘરની પાછળ બાવળની ઝાડીઓમાં રમાતા જુગાર પર દરોડો પડાયો હતો. જેમાં ગાગન રાજાભાઈ મારવાડા, મોતી સામતભાઈ મારવાડા, નારાણ કચરાભાઈ મારવાડા, જુમા સાયા મારવાડા તથા દિનેશ માલશીભાઈ મારવાડાને પકડી પાડવામાં આવ્યા હતા. ૧૮૦૪૦ની માલમતા કબજે કરાય હતી. જ્યારે. મુન્દ્રા મરીન પોલીસ દ્વારા પાવડિયારા ગામે બાવળોની ઝાડીમાં દરોડો પડાયો હતો. જેમાં હિંમતસિંહ લગધીરસિંહ જાડેજા, ભરતસિંહ બાબુભા જાડેજા, રાશુભા મધુભા જાડેજા, યુવરાજસિંહ નિર્મલસિંહ જાડેજા, જયપાલસિંહ નશુભા જાડેજા, શક્તિસિંહ અનોપસિંહ જાડેજા, યશપાલસિંહ કુંવરસિંહ જાડેજા તેમજ યુવરાજસિંહ વેલુભા જાડેજાને પકડી પડાયા હતા. તેમની પાસેથી રોકડ સહિત ૨૫,૪૦૦ની માલમતા કબજે કરાઈ હતી.
આ ઉપરાંત નલિયા પોલીસ દ્વારા નલિયાના મફતનગરમાં આવેલા સરકારી દવાખાનાની પાસે ખુલ્લા આંગણામાં રમાઇ રહેલા જુગાર પર દરોડો પાડયો હતો. જેમાં આરોપી મનજી નારાણભાઈ મહેશ્વરી, વિક્રમ કેસુભાઈ સુનારા, રમેશ હિરજીભાઈ માતંગ, કરૂભાઈ વિસનભાઈ દેવીપુજક, સુમાર વાછિયાભાઈ ચંદે, શામજી નાનજીભાઈ મહેશ્વરી, હિતેશ લધુભાઈ કોલી અને અલ્તાફ ઇશાભાઇ ભુકેરા જુગાર રમવના આરોપસર પકડાયા હતા જ્યારે સિકંદર ઇકબાલભાઈ મેમણ, ચેતન જેઠજીભાઈ મહેશ્વરી નાશી છુટયા હતા. પોલીસે ૩૫,૨૪૦ની માલમતા કબજે કરી હતી. તેમ પોલીસે ઉમેર્યું હતું.