રંગોલી ગેટ પાસે ધરણા જારી રાખવા સાથે શનિવારે મોખા ટોલ નાકા ખાતે પણ સુત્રોચ્ચર સાથે વિરોધ
મુંદરા પોર્ટ બહારના યાર્ડનો કોડ બંધ કરવાના નિર્ણય મામલે છ દિનથી વિરોધ ચાલી રહ્યો છે શનિવારે રંગોલી ગેટ પાસે ધરણા જારી રાખવા સાથે મોખા ટોલ નાકા ખાતે પણ સુત્રોચ્ચર સાથે વિરોધ કરાયો હતો પરિવહન સાથે સંલગ્ન વાહનચાલકોને વાહન રોકી વિરોધમાં સામેલ થવાની અપીલ કરાઈ હતી જુદાજુદા એસોસીએશન અને સંગઠનો દ્વારા સમર્થન મળ્યાના દાવા સાથે સંગઠન દ્વારા ખાલી કન્ટેનર ઉપાડવાનું બંધ થતા બંદર પર કન્ટેનર વ્યવહારને અસર પહોંચી પહોંચી હોવાનું જણાવાયું હતું કોડ બંધના નિર્ણયથી 5000થી વધુ પરિવારોની રોજીરોટી પર અસર થતી હોવાની રજૂઆત મીડિયા સમક્ષ કરાઈ હતી
સામી બાજુ અદાણી પોર્ટ્સ દ્વારા સમર્પિત ખાલી કન્ટેનર યાર્ડના ઓપરેશન્સ શરૂ કરવાની પણ જાહેરાત કરવાની સાથે 10 સપ્ટેમ્બરથી એમ્પ્ટી કન્ટેનર સિક્યોરિટી એક્ઝામિનેશન ફી લાગુ કરવાની ઘોષણા કરાઈ છે એકબાજુ એસોસીએશનનો વિરોધ યથાવત તો બીજીબાજુ અદાણી પણ નિર્ણય પર મક્કમ રહેતા ઉકેલ દુરનોદુર હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે

