દવા પણ નિ:શુલ્ક આપવા સહિતનું સેવાકાર્ય કરાશે
મોતિયા મુક્ત કચ્છ અભિયાન” અંતર્ગત માંડવીના સેવામંડળ અને ભોજાય સર્વોદય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે, નેત્રનિદાન અને સારવારનો નિ:શુલ્ક મેડિકલ કેમ્પ તા.06/09 રવિવારના સવારના ૯-૩૦ થી ૧૨ વાગ્યા દરમ્યાન, માંડવીના સેવામંડળના મંછારામ બાપુના વાડા ખાતે યોજાશે. આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પમાં દવા પણ નિ:શુલ્ક અપાશે જ્યારે ઓપરેશન લાયક દર્દીઓના ઓપરેશન ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલ ભોજાયમાં નિ:શુલ્ક કરી અપાશે

