સમગ્ર દેશમાં તા. 12 ઓગસ્ટથી 12 ઓક્ટોબર, 2026 દરમિયાન સઘન IEC અભિયાન-3.0 હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ HIV/AIDS સહિત વિવિધ ચેપી રોગો અંગે જનજાગૃતિ વધારવા, રોગ અંગેની ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ દૂર કરવા તેમજ સમયસર તપાસ, નિદાન અને યોગ્ય સારવાર માટે લોકોને પ્રેરિત કરવાનો છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી , જિલ્લા TB-HIV અધિકારી ડો. મનોજ દવે તથા ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંઘના માર્ગદર્શન હેઠળ અને સામખીયારી મેડિકલ ઓફિસર ડો. સીમા ચૌધરીના દિશાનિર્દેશનમાં સામખિયાળી હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે પી.એચ.સી. સુપરવાઇઝર દીપકભાઈ દરજી, સામખીયારી-3ના CHO વંદનાબેન રાઠોડ તથા આરોગ્ય કાર્યકર રાહુલભાઈ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન વિવિધ રોગોના કારણો, સંક્રમણના માર્ગો, મુખ્ય લક્ષણો, બચાવના ઉપાયો, સમયસર તપાસ અને યોગ્ય સારવાર અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનો સુધી HIV, STI, TB, હિપેટાઇટિસ તથા રક્તદાન અંગે સાચી અને વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવા, ગેરમાન્યતાઓ દૂર કરવા, સમયસર તપાસ અને સારવાર માટે પ્રેરિત કરવા તથા સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ વધારવાનો હતો.
પી.બી. છાડવા હાઇસ્કૂલના પ્રિન્સિપાલ જ્યોતિબેન પરમાર તથા શાળા સ્ટાફ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.
ચેપી રોગો સંદર્ભે જાગૃતિ કાર્યક્રમ

